Monday, March 21, 2005

લાડકડી

આ કાવ્યમાં દીકરી પ્રત્યેની માયા વ્યક્ત થઈ છે. આપણા સાહીત્યમાં કહ્યુ છે કે "જેને તે ઘેર એક દીકરી, એનો ધન્ય થયો અવતાર"...સાચે જ દીકરી હોવી એ એક અનુપમ લ્હાવો છે. પોતાની કાલી ઘેલી ભાષા અને અલગ અલગ નખરા દ્ધારા નાનપણમાં અવર્ણનીય આનંદ આપીને કયારે મોટી થઈને એ પારકે ઘેર જવા તૈયાર થઈ જાય છે એનો અંદાજ પણ આવતો નથી પરંતુ એ શુભ પણ વસમી ક્ષણ દીકરીના માં-બાપ તથા ખુદ દીકરી માટે ખૂબ જ કરૂણ હોય છે...એ ક્ષણનું કરૂણતાસભર વર્ણન કવિએ કર્યુ છે. વાચકમિત્રો આશા રાખુ કે તમને આ રચના ગમશે જ અને જો ગમે તો તમારો પ્રતિભાવ આપવાનુ ન ચૂકતા.



પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !


મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !


ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે (Balamukund Dave)




2 comments:

Jayshree said...

Its really touching..

Thanks..!!

Unknown said...

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;

કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

Raksha Bandhan as the name suggests, signifies a bond of protection that is derived from raksha meaning protection and bandhan meaning bound. On this day of Shravan Purnima (full moon day of shravan month), sisters tie Rakhi, a sacred amulet made up of silky threads matted together in an appealing style and festooned with beads on their brothers' wrist. It is a way of praying for their brothers' good health, wealth, happiness and success. The brothers, likewise, promise to protect their sisters from danger or evil and also give them a token gift. This practice fortifies their protective bond against all ills and odds. Now-a-days...trend is changing...and brothers and sisters exchange rakhi gifts between each other.