મે તને જોઈ છેં શિયાળાની સવારના તડકામાં ઘાસની પર બાઝેલા ઝાંકળમાં તાપણામાંથી ઉડતા તણખલામાં મોંમાથી નીકળતી વરાળની કુમાશમાં ફાટી ગયેલા હોઠની દઝાડતી ઝાંયમાં ચાહમાંથી આવ્તી એલચીની સુગંધમાં રસ્તા પર બેઠેલી સળેકડી નિર્જનતામાં વ્રુક્ષમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણોમાં મંદિરમાં વાગતા નગારાનાં નાદમાં પહાડ પરથી સરકી જતી વાદળીની ભીનાશમાં પર્વતની ટોચ પર અને ખીણની કિનાર પર ધુમ્મસમાં સરી જતી ઘટનાઓમાં રણમાં ઊગતા મ્રુગજળના પાણીમાં ધૂળની ડમરીમાં અને સૂરજની ગરમીમાં પહેલા વરસાદની ભીની ખુશ્બુમાં નળીયેથી ટપકતી ધારમાં ટ્રેનની બારીમાંથી આવતી વાછ્ટમાં સપ્તરંગી મેઘધનુષમાં વરસાદ સાથે 'બેલે' કરતાં વ્રુક્ષોમાં આખી રાત ટમટમતા આસમાની તારલાઓમાં પૂનમની ચાંદનીમાં અને અમાસના અંધકારમાં રોડ ઊપર ઢોળાઈ જતી નિયોન સાઈન લાઈટમાં ઊગતા સૂરજનાં પહેલા કિરણમાં વસંતના વ્રુક્ષોની લીલાશમાં ફૂલોની મદહોશ સુવાસમાં પતંગિયાની પાંખોથી વિંઝાતી હવામાં ભમરા અને ફૂલોના સંભોગમાં બાળકના બોખા હાસ્યમાં પ્રેમી યુગલની આગોશમાં
-તેજસ જોષી |
|
No comments:
Post a Comment