ચાલ, ફરીએ
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લે જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચહાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત (Niranjan Bhagat)
3 comments:
A suggestion in post header remove the center tag as it also centers in the side bar previous posts.
સિદ્ધાર્થભાઇ બહુજ સરસ!
તમને ગુજરાતી લખતા આવડી ગયુઁ?
તુષાર,
હા મને આવડી ગયુ.
તમારા જેવા મિત્રોની મદદ મળી...અને થોડાક પ્રયત્નો કર્યા.
સિદ્ધાર્થ
Post a Comment