Sunday, May 28, 2006

મા બાપને ભૂલશો નહિ

હમણા "મધર્સ ડે" ગયો...માર્કેટિંગનાં ખેરખા એવા આ દેશમાં લાગણીનો મોટો ધંધો થઈ ગયો છે અને જીંદગી એવી થઈ ગઈ છે કે મા બાપને યાદ કરવા કે તેમની સાથે સમય વિતાવવા માટે સમય નથી, તેથી આવા "મધર્સ ડે" અને "ફાધર્સ ડે"નાં દિવસોએ એક સરસ મજાનું કાર્ડ કે પછી ફૂલનો ગુલદસ્તો અથવા તો પછી એક સાંજ માટે ફેમીલી સાથે ડીનર લઈને પોતાની માબાપ પ્રત્યેની જવાબદારી પૂરી થયાનો આજનો સંતાન આનંદ માણે છે. પરંતુ હકિકત એ છે કે તેઓને તમારા પળ બે પળ સાથ સંગાથની જરૂર નથી તેમને જરૂર છે તમારી લાગણીની...તમારી હૂંફની

આ સુંદર મજાની આંખો ખોલાવી નાખતી રચના વાંચીને તમે આંતરખોજ કરજો કે તમે મા-બાપને જીંદગીની ઘટમાળમાં ભૂલી તો નથી ગયાને....આ રચના વાંચીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.

સિદ્ધાર્થ


મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

-સંત પુનિત (Sant Punit)



gujarati blog




3 comments:

વિવેક said...

સંત પુનિતની આ રચના કાલે જ જનકલ્યાણમાં વાંચી અને આજે તમારા બ્લોગ પર જોવા મળી... તમને પુનઃકાર્યરત થયેલો જોઈ સાચે જ આનંદ થાય છે.

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

આ રચના ખૂબ જ ગમે છે, પરંતુ ખબર નહોતી કે સંત પુનિતે રચેલી છે. માહિતિ બદલ ઘણૉ જ આભાર.



સિદ્ધાર્થ

Nirwa Mehta said...

I am extremely impressed, and I am blogrolling you, if you don't mind!!