
આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. આ બ્લોગના વાંચકો તદઉપરાંત ગુજરાતી કવિતામાં રસ ધરાવતા રસિકો માટે અંત્યત આઘાતનાં સમાચાર છે. લાગણીઓને શબ્દોમાં વણી લેવાની તેમની એક અનોખી વિશિષ્ટતા હતી. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી "છ અક્ષરનું નામ"નાં રચયિતાને અશ્રુભીની શ્રદ્ધાજંલિ. શ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે અને સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના....
સિદ્ધાર્થ શાહ
1 comment:
ગુજરાતી કવિતાનો મોભ આજે અચાનક તૂટી પડ્યો. રમેશ પારેખ 'છે'માંથી 'હતાં' થઈ ગયાં. 'છ અક્ષરનું નામ' હવે નથી રહ્યું... લખતી વખતે જાણે લાગે છે કે હાથને લકવો થઈ ગયો છે....
એમની થોડી કવિતાઓ આપ અહીં માની શકો છો:
http://dhavalshah.com/layastaro/2006/03/blog-post_29.html
http://dhavalshah.com/layastaro/2006/04/blog-post_07.html
http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_08.html
http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_05.html
http://dhavalshah.com/layastaro/2006/01/blog-post_13.html
http://dhavalshah.com/layastaro/2006/01/blog-post.html
http://dhavalshah.com/layastaro/2005/10/blog-post_25.html
http://dhavalshah.com/layastaro/2005/10/blog-post_13.html
http://dhavalshah.com/layastaro/2005/09/blog-post_112715428646937560.html
http://dhavalshah.com/layastaro/2005/09/blog-post_19.html
http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_17.html
Post a Comment