આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
'મારી દીકરી ક્યાં ?'
-જયંત પાઠક (Jayant Pathak)
Friday, July 15, 2005
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
જો મારી યાદશક્તિ મને દગો ન આપતી હોય, તો આ કાવ્ય ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં હતું.
કાવ્યનો ભાવ, અને એની છેલ્લી લીટી ત્યારથી જ જાણે મનમાં કોતરાઇ ગઇ છે...
ખારો ખારો પ્રશ્ન :
'મારી દીકરી ક્યાં ?'
Post a Comment