પ્રભો ! અન્તર્યામી ! જીવન જીવના ! દીનશરણ ! પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા ! હિતકરણ ! પ્રભા કીર્તિ, કાંન્તિ, ધન, વિભવ - સર્વસ્વ જનના ! નમુ છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના ! પિતા છે એકાકી જડ દકલ ને ચેતન તણો, ગુરુ છે, મોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણો : ત્રણે લોકે, દેવા ! નથી તુજ સમો અન્ય, ન થશે, વિભુરાયા ! તું થી અધિક પછી તો કોણ જ હશે ? વસે બ્રહ્ભાંડોમા, અમ ઉર વિશે વાસ વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો, નમું આત્મા ઢળી, નમન લળતી દેહ નમજો, નમું કોટી વારે, વળી પ્રભુ ! નમસ્કાર જ હજો. અસત્યો માંહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા. તું હીઃઓ હું છું તો તુજ દરસનાં દાન દઈ જા. -ન્હાનાલાલ ("કેટલાંક કાવ્યો 2") (Nhanalal) |
Sunday, April 17, 2005
સ્તુતિ
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
very good prayer...I remember we used to sing this as part of our school prayer.
Manish
my daily prarthana.I like this very much.
And it can be paraphrased?
Post a Comment