Wednesday, September 13, 2006

ગીત

ગુજરાતી લીટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્ધારા એક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની મને હમણા જ ખબર પડી. મારા પપ્પાના ખાસ મિત્ર કે જેઓ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે તેઓએ મને આ મેગેઝીનની કોપી આપી અને આજે તેમાથી એક કવિતા પ્રસિદ્ધ કરી રહ્યો છુ આશા રાખુ છુ કે પસંદ પડશે.

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતુ કોઈનું હેત.


આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઈને
ડોલતો રહે હરિયાળુ
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ


- પન્ના નાયક (Panna Nayak) (કાવ્યસંગ્રહ 'વિદેશિની'માંથી)

અત્રે 'દેશ વિદેશ' માંથી સાભાર

3 comments:

વિવેક said...

ઘણું જ સુંદર ગીત... પન્ના નાયકને બહુધા હું અછાંદસ કાવ્યોની મહારાણી તરીકે જ ઓળખતો હતો. પણ થોડા સમય પહેલાં ધવલે લયસ્તરો પર અને આજે આપે અહીં એનું ગીત, સુંદર ગીત રજૂ કરીને મારી માન્યતા જ બદલી નાંખી...

કવિતાની ભાષામાં જ્યારે લોકબોલી ઊતરી આવે છે ત્યારે કવિતા આમે ય લાડકી લાગવા માંડે છે....

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,

સાચી વાત છે. કવિતાની ભાષામાં લોકબોલી ઊતરી આવે છે ત્યારે કવિતા લાડકી જ લાગે છે. I think in every aspect when you remember "kiss -keep it simple stupid", it becomes lot easier to digest.

Sometimes we have to forcefully remind that to ourselves.

સિદ્ધાર્થ

Anonymous said...

panna naik is too good.
કાવ્ય એટલે પન્ના નાયક.