Monday, September 04, 2006

વિજોગ

(છંદ : સોરઠા)

ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે,

મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.


ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.

ઘમકે ઘૂધરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.

નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહરા, સાજણ ! તું હિ તું હિ એક તું.


નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?

-મનસુખલાલ ઝવેરી (Mansukhalal Zhaveri)

2 comments:

વિવેક said...

Nice one...really beautiful...

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

સુરેશભાઈ,


આ તો જોગાનુજોગ જ થયો. તમે એને ટેલીપથી પણ કહી શકો. આનંદની વાત એ છે કે કદાચ આવતા પાંચ વર્ષમાં નેટ પર સારા લેખકો/કવિઓની લોકપ્રિય રચનાઓતો ચપટીમાં મળી જશે તદઉપરાંત તેઓ વિશેની માહિતી પણ મળી જશે. તમે તો ગુજરાતી રચયિતાઓની એકે "wiki" જ તૈયાર કરી રહ્યા છો.


સિદ્ધાર્થ