Sunday, April 08, 2007

વિપર્યય

પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
'આ પુત્ર મને સાચવશે ખરો ?'
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.


આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી -
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,


આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે -
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ (Vipin Parikh)

6 comments:

Anonymous said...

હજી ગઈકાલે જ આ ગઝલ રમેશ પારેખના પુસ્તક "હોંકારો આપો તો કહું" માં વાંચ્યું...


વિપિન પરીખના અછાંદસ કાવ્યોને આપણી ભાષાએ પૂરતો અન્યાય કર્યો છે. એનું સાચું મૂલ્યાંકન કદી થયું જ નથી...

Anonymous said...

હજી ગઈકાલે જ આ ગઝલ રમેશ પારેખના પુસ્તક "હોંકારો આપો તો કહું" માં વાંચ્યું...


વિપિન પરીખના અછાંદસ કાવ્યોને આપણી ભાષાએ પૂરતો અન્યાય કર્યો છે. એનું સાચું મૂલ્યાંકન કદી થયું જ નથી...

-vivek

Anonymous said...

Ghani Sundar rachana.
Chotdaar ant.
tamari pravruti tamne khub khub yaad karavshe bhai!

Samir

Anonymous said...

હા એ માને જરૂર તેના બાળકો સહારો દેશે.

Anonymous said...

sooo nicely created........

congratulations.......

Anonymous said...

khub j sundar rachana che vipin parikh ni.. vanchta vanchta bhavvibhor thai javay