એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?
-સુન્દરમ્ (Sundaram)
મુજને કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?
કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?
-સુન્દરમ્ (Sundaram)

1 comments:
હું ભૂલતો ન હોઉં તો આ વર્ષ કદાચ સુંદરમ્ નું જન્મ-શતાબ્દી વર્ષ છે... સુંદર કાવ્ય...
Post a Comment