તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !
તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !
તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !
તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !
-ચંદ્રકાંત શેઠ (Chandrakant Sheth)
Saturday, April 28, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
સુંદર ગીત કાવ્ય...
તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
- આ પંક્તિઓ ઠેઠ ભીતરને અડી ગઈ..
ઉનાળામાં આવા કાવ્યો વાચવાની મજા પડૅ હો.
visit http://playnet.wen.ru/guj/
Post a Comment