Friday, November 24, 2006

વાંચકમિત્રો, આજે આ કવિતા શ્રી નટવર મહેતાએ ઈ મેલ દ્ધારા મોક્લાવેલ છે, પ્રસ્તૂત કરી રહ્યો છું. શ્રી નટવરભાઈને લખવાનો અને વાંચનનો શોખ છે. તેઓની વાર્તા તિરંગામાં પણ પ્રસિદ્ધ થયેલ છે.


માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો

ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

શોધો તો મળશે સનમ તમારા દિલમાં
શોધવા સનમને ન છેક આમ ભટકો

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો

કેમ કરીને ભૂલે તમને નટવર
એને તો યાદ છે તમારો દરેક લટકો

-નટવર મહેતા (Natvar Mehta)

6 comments:

Mehul Shah said...

Siddharthbhai,

Excellent job. Keep it up.

Anonymous said...

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

સુંદર વાત... ખુબ જ ગમી!

Anonymous said...

wah wah.......Natwarbhai pan tame kadee atakTa nahi........

Anonymous said...

hey dad.. like always YOU ARE THE BEST! Love you more than anything.. =)

Anonymous said...

સરસ...

અભિનંદન નટવરભાઇ...

Anonymous said...

કોઈક વખત આ લટકાનો એવો વાગશે ફટકો
આના કરતા તો સારુ ડાળીએ ઉંધે માથે લટકો