Thursday, November 09, 2006

એક નાનુ ઘર


એક નાનુ ઘર મળે ને ગામનુ પાદર મળે
એક નાના ખાટ સાથે બસ પછી ચાદર મળે

હીંચકે બેઠા પછી પણ તને કાગળ લખું
એક એવી યાદનો ઊંચો મને દાદર મળે.

એક એવા આંગણે આવી અને ઊભો રહું,
ભાવભીની આંખથી જ્યાં આવ ને આદર મળે.

યાદનું ઝરણું વહે છે ત્યા હવે હું જાઉં છું
રાત લાંબી હોયને સપનું ભર્યું ભાદર મળે.

એક એવા વૃક્ષના છાંયા તળે બેસી શકું,
શ્વાસને ગણતો રહુંને બસ પછી નિંદર મળે

-રશ્મિન પટેલ

4 comments:

Anonymous said...

'એક એવું ઘર મળે... '
હરીન્દ્ર દવે યાદ આવી ગયાઅ.

વિવેક said...

સુંદર મનભાવન ગઝલ... સ્વપ્નમાં જ જોયેલું ગામડું યાદ આવી ગયું...

Anonymous said...

સરસ રચના !!!
આભાર.

Anonymous said...

Dear Vijaybhai,

You can definately publish it on your blog without hesitations... a link back would be greatly appreciated.

sincerely,

Siddharth