એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ ...
એનું ગમતું મને કબૂલ.
ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી... વ્યથિત થતો...
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી
-વિપિન પરીખ ( Vipin Parikh)
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
સરસ કાવ્ય...
પણ આ 'એક વખત' તમે બે વખત કેમ પોસ્ટ કરી છે ???
અમિત,
ધ્યાન દોરવા બદલ આભાર...
સિદ્ધાર્થ
સિદ્ધાર્થભાઇ,
આ કવિતા અધુરી નથી લાગતી ?
એટલે.. તમે કંઇ લખવાનું ભૂલી ગયા એમ નથી કહેતી, પરંતુ મને એમ થાય છે કે કવિએ વાત અડધેથી અટકાવી દીધી.
કે પછી કદાચ મારી સમજવામાં ભૂલ થતી હશે.
આજ વિષય પર મારી કવિતા વાંચો -
http://kaavyasoor.wordpress.com/2007/03/25/kaal_aaj/
Jayshriben,
I felt the same was as you. I felt the poem uncomplete. I completed it with my own personal experience.
http://yogakarma.wordpress.com/2007/04/15/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b5%e0%aa%96%e0%aa%a4-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0%e0%ab%80%e0%aa%96/
Post a Comment