તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ
સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો...
અશ્વિની (Ashwini)
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
..very nice words..!
એક ખુબ જ સરસ રચના
ખુબ ખુબ અભિનંદન
અમી.
બહુ સરસ્. મારી પેહ્લી ગુજરાતી કોમેન્ત્ ચે્્્્
Post a Comment