સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં.
ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.
કોયલબે'નીને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું.
પીળા પતંગિયાને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજના.
ચાંદામામાને મારા કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.
નીંદરમાસીને કહેજોજી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.
-સુન્દરમ ( રંગ રંગ વાદળિયા) (Sundaram)
Sunday, July 09, 2006
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
બાળપણ માં ફરી આવી હું તો... આ કવિતા વાંચતા વાંચતા...
Sidhdharthbhai,
whenevever Some friends ask us to find any 'BAALGEET',the first name that clicks in my mind is 'સિધ્ધાથનું મન્'.
anyway ,thanks for adding one new geet....Keep it up.
Vaishali Tailor
siddharthabhai,
સ્કૂલ માં આ કાવ્ય ભણેલ અને પાછળથી ભણાવેલ.એ દિવસો ની યાદ આજે યે મન ને ઝંક્રુત કરે છે.આભાર nilam doshi
paramujas.wordpress.com
This poem is a very good example of how a great poet creates a very touchy, uphoric, deep poem with such simplicity in words.
http://swaranjali.blogspot.com
I am greatly impressed!! I never knew a blog on Gujarati literature existed!! And This poem brought back the school memories!! aaah!!
Post a Comment