Thursday, April 06, 2006

ચંદ્ધકાંત બક્ષી


આરપારનાં હાલના અંકમાં સ્વ. બક્ષીને શ્રદ્ધાંજલિ આપતા લેખો જાણીતા લેખકોએ લખેલ છે. ખબર નથી પડતી કે શ્રદ્ધાંજલિ આપી છે કે તેઓનાં બક્ષી સાથેનાં મતભેદોનું વર્ણન કરેલ છે. ખાસ કરીને સૌરભ શાહનો લેખ.....વાંચીને તમારા અભિપ્રાય જણાવશો.

સિદ્ધાર્થ શાહ

1 comment:

Anonymous said...

રીવા, આપનો રીડ્ગુજરાતીમા “થેંકયુ પપ્પા’નો અંશ: વાંચ્યો.”Between the lines”માછૂપાયેલી આપની એકલતા વ્યથિત કરી ગઈ.બહુ મુખી પ્રતિભાના ગરાસદાર ચન્દ્રકાંત બક્ષીને હવે , ગુજરાત તાઝિયત કરશે.પેરેલીસીસ માટે અર્ધુઁ પર્ધુઁ ઈનામ આપનારાઓ,પસ્તાવો કરશે ,તો એમનુ સાહિત્યિક પાપ ધોવાશે.બક્ષી ની હિમ્મત તમને મળે એવી પ્રાર્થના. નીચેનો આર્ટીકલ થોડા અંશો ,રીડ્ગુજરાતી,લયસ્તરોમા કોમેંટ્સમા મે લખ્યો હતો.પરંતુ ટોરંટો,કેનેડાની શ્બ્દ સેતુ ની 9એપ્રિલની મીટીંગમા એને વિસ્ત્રુત કરી રજુ કર્યો હતો.
જે પાછો રજુ કરુંછુઁ

આહ બક્ષી, વાહ બક્ષી,અલવિદા બક્ષી
તુ થા તો શિકવાથા, તનકીદ થી,ઊલફત થી એ દોસ્ત,
અબ તુ નહીંતો નઝરાના હૈ અશ્કકા તાઝિયત હૈ દોસ્ત.
“વફા”
બક્ષી સાહેબની પ્રથમ વાર્તા મેઁ ‘વીસ વરસ પછી; “ચાઁદની”(વાર્તા માસિક.તંત્રી: અશોક હર્ષ) મા વાંચેલી.
બક્ષી સહેબ ત્યાર્થી ગમી ગયેલા.તે પછી પ્રા.શ્રીયુત સુરેશ જોશી સાહેબે મ.સ.યુની.મા(1960મા) ચન્દ્રકાંત બક્ષી,મધુ રાય વિ.નો નવોદિતોમા લેખક તરીકે તારીફ કરી,ત્યારથીએમનુ લાખાણ જ્યાંથી મળે વાંચી લેવાતુ.185 જેટલા પુસ્તકો લખનારના પુસ્તકોમાથી મારાથી ઘણુઁ ઓછુઁ વંચાયુ છે.પણ એમની થોડી નવલકથાઓ મે ખરીદીને વાઁચીછે..પેરેલિસીસ દોસતો પાંસેથી પાછી નહીઁ મળી. પરંતુ આકાર,અયનવ્રુત,લગ્નની આગલીરાતે, હજી મારી નાની લાઇબ્રેરીમાછે.લતીફો:લ.આ.રા.એક બહેન વાંચવા લઇ ગયા.થોડા પ્રકરણ વાંચી માયુસ થૈ પાછા આપી ગયાઁ. કહેકે”આમા કશુ નથી”.કારણકે એ એક સાધારણ ડીટેકટીવ વારતા હતી.
ચન્દ્રકાંત બક્ષીના વિચારોનો તરવળાટ,તેજાબી ભાષા,સ્થાપિત હિતો સામેનો બળવો,આગ ઝળતા ભાષાણો,એમને એક એક્ટીવીસ્ટ ની ક્ક્ષામા મુકી દેછે.આકાશે કહ્યુઁ નવલકથામા બક્ષી એમના પાત્રોના મોઢામા આ પ્રકારના સંવાદો મુકેછે. ગાઁધીજી પાછળ આખો દેશછે.આખા દેશની માલ મતા,સમય એમના ,ચરણોમા ધરી દેવામા આવેછે.અમારી પંસે એમાનુ કશુઁ નથી.અમારે જે કઁઈ કરવાનુ છે અમારી રીતે ઘણા ટુઁક સમયમા કરનુ છે. સત્યાગ્રહો ,જેલ બધુઁ અમને ન પરવડે.અમારી પાઁસે અમારુઁ ખૂન છે ,આઝાદીમાટે મરી ફીટ્વાની એક તમન્ના છે.બસ અમે એનો બહુટ ટુકા ગાળામા ઉપયોગ કરવા માગીએઁ છીએઁ. કનુ સન્યાલ,અને ચારુ મઝ્મુદાર ની ભાષા મા વાત કરતા બક્ષી,ડાબેરી,અથવા સમાજવાદી વિચાર ધારાના હોવા જોઈતા હતા.પરંતુ કટાર લેખક બક્ષી જમેણી અથવા ફીર્કાપરસ્તા હોય એવુઁ ઘણા ચહકોને લાગ્યુઁ.શુઁ વાર્તાકાર,અને કટાર લેખક બક્ષી સહેબ બે અલગા ખોળિયાણ ધરાવનાર વ્યક્તિ હતા? એવો પ્રશ્નથી ઘણા ચહ્કો મુઁઝાય છે.
છતાંપણ બક્ષી ગુજરાતી ભાષાના હૂદીખ્વાનની જેમ ચમકતા રહેશે,યુનીવર્સીટીઓમા એમના પરસંશોધન થાય,પી.એચ.ડી કરાય એટલુઁ માતબર અને કૌવત વાળુઁ સર્જન મુકી ચાલ્યા ગયા છે.
બક્ષીસા. શુઁ હતા ? એ અએમના લખાણના આયનામાજ જોવુઁ જોઇએ.એમના વિરોધીઓ પણ એમને ચાહતા ધિક્કારતા.કલમને એમણે ચાબુક નથી બનાવી પણ શ્યાહીમા દારુગોળો ભરી લખતા.કોઇની શેહ શરમ રાખી નહીઁ.મુ.ઉમાશંકર જોશીને પણ હડ્ફેટ્મા લીધા. બક્ષી ગુજરતીના સઆદત હસનમંતો,ક્રીષ્નચન્દ્ર(ઉર્દુ)હતા.બેકેટ,કાફકાની સુગઁધ લૈ ગુજરતીની માઁગ સમારી.બક્ષીએ અંગ્રેજીમાજ ફકત લખ્યુઁ હોત તો ‘અરુન્ધાંતીરોય”(ગોડસઓફ સ્મોલ થીંગસની જેમ) બ્રૂકરપ્રાઈઝ . વીનર થયા હોત.ઉમર વધતાઁની સાથે વધુ તીખા ,કડવા બનતા ગયા.ગુજરતી હાસ્યલેખ્કોને જોકર કહ્યા,લેખકોને લહિયા. ગુજરાત,ગુજરાતીને દિલો જાનથી ચાહતા બક્ષીએ,કલકત્તાવાયા મુઁબઈ થૈ અમદાવાદ ,ગુજરાત મા પોતાની યાત્રા પુરી કરી. વરુ જંગલ મા પેશાબ કરીને કુઁડાળુ કરેછે અને એને પોતાની હિફાજતનો કિલ્લો માને છે. એમ મુઁબઈમા લોકો પૈસાનો પેશાબ કરેછે,અને તેનુઁ કુઁડાળુ ક્રરેછે, અનેએમાઁ પોતાને સુરક્ષિત માનેછે. બક્ષી કહેતા. ગુજરાતમા એમને ખાદી ગન્ધાતી.કોઈ ગુજરાતી બળવો કરે તો એનુઁ ખૂન બદલાય ગયેલુઁછે. એવુ બધુ કહેતા.
લેખક પેશાબમા બળતી બળતરા અને આઁખમા આવતા ઉના પ્રસવેદ થી, લખેછે,શામાટે એણે ખુશામદિયા બનવુઁ.કટારના રૂ:5000.00 અને ભાષણના રૂ:10,000.00 થી 20,000.00 બક્ષી ચાર્જ કરી શકતા.મુ.સુરેશ જોષી ની ઘટના વિહિન વાર્તાઓનો આગ્રહ, અને શ્રી બક્ષી ની ઘટના પ્રચુર રચનાઓ (બન્નએ અંતિમ છેડાની લાક્ષ્ણિકતા)ગુજરાતે,ગુજરાતીઓએ ચહીછે,વાંચીછે,માણીછે.
ગુજરાત ,ગુજરાતીભાષાને બક્ષીની ખોટ વરસો સુધી સાલશે.
ચાલો બક્ષીને એમના દર્પણમા પણ નિરખી લઈએ.(6એપ્રિલ 2006.)
આ દુનિયામા ઈશ્વર કોઇને સદબુધ્ધિ આપતો નથી આપણા સિવાય સ્ત્રીઓ પાંસે શરીર અને પુરુષો પાસે બુધ્ધિ-દુનિયાનાઁ બજારોમાઁ આજ વસ્તુઓ વેચાઇ છે અને વેચાયા કરવાની,ફ્ક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરેછે.’ ક્ષમા વીરસ્ય ભૂષણમ’વીરોનુ અને આપણા પાળેલા કૂતરાઓનુઁ એક રણ, ઈશ્વરના દિલ જેવુઁ. સાપનુ ઝેર એના દાંતમાઁ હોયછે,સ્ત્રીઓનુઁ સાથળોમાઁ. ભવિષ્ય ભૂતકાળ સિવાય બીજુઁ શુઁ હોઇ શકે? જ્યારે હુઁ જુના ખઁડેરો જોઉઁ છુઁ ત્યારે હુઁ ભવિષ્ય જોઇ રહ્યો હોઉઁ એવુઁ લાગે છે.સંસક્રુતિએ પ્રગતિ કરીને એ દિશામાઁ-ખઁડિયેરોની સ્થિતિમાઁજ પહોઁચવાનુ છે.ખઁડિયેરો હમેશાઁ બહુ લાંબુ જીવી શકેછે પોત પોતાના સ્વાર્થના પાયા પર રચાયેલી સમજદારી હોયતો,લગ્ન જીવનનુઁ ઘણુઁ ઘર્ષણ ઓછુઁ થૈ શકે. ગુજરાતીઓ ને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજાતુઁ નથી.
સંસ્કારી ગરીબી જલદી ખસતી નથી. સારા માણસોની ખરબીઓ ખતરનાક હોયછે,સુખ આપી આપીને મારી નાઁખેછે,કે અપંગ કરી
નાખેછે. સાંજેજ એ લોકો (વેશ્યા) જીવેછે.દિવસે તો એ સ્ત્રીઓ છિલાયા વિનાના અનન્નાસ જેવી હોયછે. “સ્ત્રીનુઁ શરીર અને રાતના ભૂલા પડેલા ચામાચીડિયા જેવા પુરુષો અને જુના પલંગો પર રગડોળાતાઁ ‘શક્તિ અને પ્રકુતિ ના ભરાઇ ગયેલા સ્વાસ વાળા પ્રતિકો અને ડ્રૈનોમાઁ વહી જતો કાચા ,પ્રવાહી માંસની ખૂશ્બુ વાળો કાચો પ્રેમ પોતાનજ ઈઁડામાથી ફૂટ્તાઁ સાપોલિયાઁ ગળી જતી સાપણની નિર્દોષતા અને સ્વભાવિકતા જોવાની હતી. “હુઁ નામ કમાવા માગતો નથી.ખોટી મજુરી જેવી લાંબી જીન્દગી જીવવી નથી” રોજ બપોરે મારી બારીની નેચેથી એકાદ મડ્દુઁ પસાર થાય છે.મારુંઘર સ્મશાન જવાના રસ્તા ઉપરજ છે.અને....કોનુ ઘર સ્મશાન જવાના ર્સ્તા ઉપર નથી હોતુઁ?”એકજ અર્થ વાળા બે શબ્દો –‘હ્રદય’ અને ‘ દિલ’ વચ્ચે જેટ્લુઁ અંતર છે હિન્દુ અને મુસ્લીમ વચ્ચે મુસ્લીમો અને હિન્દુઓ હમઝૂલ્ફ તો બની નથી શકતા પણ હમસાયા બની શકેછે.’


ચઁદ્રકાંત બક્ષી(નવકથા ‘આકાર’ માથી) બક્ષી હોલ બદલે છે પરંતુ માહૌલ નથી બદલતા. રતિલાલ ‘અનિલ’-સુરત
તુને “વફા” દિલમે એક ફાંસ ડાલી થી, જાઅબ તુજે હમને દિલસે માફ કર દિયા.
મોહમ્મદઅલી ભૈડુ’વફા’ બ્રામ્પટન,કેનેડા 26માર્ચ2006.
e-mail”abhaidu@yahoo.com


નોઁધ:મજકુર લેખના થોડા અઁશો ‘લયસ્તર’અને રીડગુજરાતી”મા પ્રગટ થયાછે.અને મોટો હિસ્સો ટોરંટો,કેનેડાની 9એપ્રીલ ની શબ્દસેતુ ની સભામા મે રજુ કર્યો છે.જો શ્રી બક્ષી ના ટાંકેલ અવતરણ ન ગમે તો આ લેખને ત્યાઁથી હટાવવાનો આપના અબાધિત હકને માન્ય રાખુઁ છુઁ.