ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો, હવે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો,
કહો.....
આ આંખો તારી તુજ અંતર દ્વાર, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર,
એ મારકણુ હળવુ શું સ્મીત, એ આમંત્રણ ની અનોખી રીત.
મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવવી તને મારે.
પછી પ્રિતી ના વાદળ વરસ્યા હતા, નાં કોઈ મનોરથ તરસ્યા હતા.
કહે કોણે ફૂંક્યો શું મંતર? અને ક્યાંથી આવ્યુ આ અંતર?
પછી સ્વપ્નો બધા રોળાઈ ગયા, ને વિરહ ના વિષ ઘોળાઈ ગયા.
ત્યાં આંખો માં આંસુ નુ પુર, પણ મન માં આ શેનું છે ગુરૂર?
અહી કાગળ પર નીતરે છે મન, પણ સૂકૂ સૂકૂ છે જીવન.
No comments:
Post a Comment