આ બ્લોગનાં વાંચકમિત્રોને ખ્યાલ હશે કે અમુક વિષયની કવિતાઓ મને ખરેખર પ્રિય છે. ક્ન્યાવિદાયની કવિતાઓ પ્રત્યે મને વિશેષ માયા છે, કારણ કે મારે એક દિકરી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કન્યાવિદાયનાં પ્રસંગને કવિઓએ ખરેખર કરૂણરસથી કાગળનાં પન્ને ઉતાર્યો છે, એમાની એક આ સુંદર રચના અત્ર પ્રસ્તૂત કરી રહ્યો છું.
સિદ્ધાર્થ
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં'તા કાલ અહીં,
સૈયરના દાવ ન'તા ઊતર્યા;
સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન'તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
માધવ રામાનુજ (Madhava Ramanuj)
Wednesday, June 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
શ્યામલ-સૌમીલ મુન્શી ના 'હસ્તાક્ષર' આલ્બમમાં આ સરસ ગીત સાંભળી શકશો.
its really great, I have also one cute baby and when she calls papa with sweeeeet smile, I feel at the top of the world.
Shreyas.
me kharekhar ghanu j saru kam kari rahya 6o....
bahu j saras..
Khub khub Abhinandan
Raj k Shelat..
http://rajkshelat.blogspot.com/
tame kharekhar ghanu j saru kam kari rahya 6o....
bahu j saras..
Khub khub Abhinandan
Raj k Shelat..
http://rajkshelat.blogspot.com/
ખૂબ સરસ કન્યા વિદાયનું ગીત છે એકદમ લાગણીસભર...મારા બ્લોગ પરથી પણ તમે કન્યાવિદાયનું ગીત માણી શકશો.
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
www.searchgujarati.com
one of the Best & Sweet Song .
I like ur daughters poet. it is too much and understoodness poet. Really Good.Keep making likely this poet. Thank you.
અર્થો હિ કન્યા પરકીય એવ :
તાં અદ્ય સંપ્રેષ્ય પતિગૃહીતુ !
જાતો મમા$યં વિશદ: પ્રકામં :
પ્રત્યર્પિતં ન્યાસ ઇવાંતરાત્મા !!...શાકુંતલ.
ખરે જ દીકરી વહાલનો દરિયો અને માતા-પિતાનો
તુલસીક્યારો છે ! વિદાય તો હૃદયદ્રાવક છે જ ને ?
Dear Siddharth,
I am very impressed after viewing your all posts and also want to reply u in gujarati but unable to write. So you are requested to please send me details abt how to write in Gujarati....
my email deepak24365@gmail.com
Thanks
Deepak - Mumbai
sache bavaj saras che..
chitralekha.com
bavaj saras che...
chitralekha.com
hi
this is pini
i would like to see urdaughter pict
my addis
patelpinkjanvi29@yahoo.com
bye
સાચેજ અતુલ્ય કવિતા છે
Post a Comment