
વ્હાલા વાંચકમિત્રો,
આજના સ્વતંત્રતા દિવસનાં અવસરે તમને મારી ઘણી ઘણી જ શુભેચ્છાઓ.
આશા રાખીએ કે ઉતરોતર ભારત પ્રગતિ કરે અને સાથે સાથે તેમના નાગરિકો પણ ખરા અર્થમાં પ્રગતિ કરે. આવનારા દિવસોમાં સહિયારા પ્રયત્નોથી આંતરિક, આંતરરાષ્ટ્રિય અને કુદરતી તકલીફો સામે લડવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત કરે એ જ આશા.
સિદ્ધાર્થ શાહ
1 comment:
નમસ્તે મિત્રો
ઘણા વખત થી મારી મનમાં મારા જામનગર માટે કઈક કરવાની તાલાવેલી જાગેલી છે, પણ અમુક વખતે સમય ન હોઇ અને અમુક વખતે વિષય ન હોઇ, પણ આ વખતે બન્ને છે એટલે લખુ છું, મિત્રો તમારા મા ઘણા બધા એવા હશે જેઓ પોતાનામાં ઘણી લાયકાત ધરબીને બેઠા હશે પણ તેઓને એ સમજ નથી કે પોતાનામાં છુપાયેલી કળા તેઓને ક્યાં પહોચાડી શકે તેમ છે...
મિત્રો હું એવા છુપાયેલા કલાકારોને ઇન્ટરનેટ ના વિશાળ માધ્યમથી વિશ્વને તેઓન ઓળખાણ કરાવવા માંગુ છું, તો મિત્રો તમે તમારી અન્દર છુપાયેલી કોઇપણ કળા વિશે અમોને લખી મોક્લો, તમારી ક્રુતિઓ મારી વેબસાઇટ પર રજુ કરતાં મને મારા જામનગર માટે કઈક કરી છુટ્યાની લાગણીઓ આપશે......તમારી દરેક ક્રુતિ મને kaka@jamnagar.tk પર ઇ-મેઇલ કરો, હું તમારો આભારી રહીશ.
..........
Post a Comment