Thursday, December 15, 2016

ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો

ભાવો ને મારા શબ્દ વહાણે વહેવા દો, હ​વે રોકો ના કોઇ આજ મને બસ કહેવા દો,
કહો.....
આ આંખો તારી તુજ અંતર દ્વાર​, મળી આંખો તો દીલ માં ખૂપી કટાર​,
એ મારકણુ હળ​વુ શું સ્મીત​, એ આમંત્રણ ની અનોખી રીત​.
મેં માર્યા ટકોરા દીલ ના દ્વારે, અને કહ્યુ કે મારી બનાવ​વી તને મારે.
પછી પ્રિતી ના વાદળ વરસ્યા હતા, નાં કોઈ મનોરથ તરસ્યા હતા.
કહે કોણે ફૂંક્યો શું મંતર​? અને ક્યાંથી આવ્યુ આ અંતર​?
પછી સ્વપ્નો બધા રોળાઈ ગયા, ને વિરહ ના વિષ ઘોળાઈ ગયા.
ત્યાં આંખો માં આંસુ નુ પુર​, પણ મન માં આ શેનું છે ગુરૂર​?
અહી કાગળ પર નીતરે છે મન​, પણ સૂકૂ સૂકૂ છે જીવન​.
                                                                         - શ્રેયસ  મન​.