Monday, June 19, 2006

જો હોય

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્ (Ushnash)

6 comments:

વિવેક said...

સરસ કવિતા...

લાગે છે કે ડૉક્ટરસાહેબ એકદમ ઓ.કે. છે...!!!

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,


આભાર


હવે એકદમ ઑ.કે. છુ. તમારો બ્લોગ જોયા બાદ એવુ લાગે છે કે જે ઈચ્છા મારી છે....ભારતદર્શન કરવાની તે તમે તો already પરિપૂર્ણ કરી દીધેલ છે.


તમારા કાવ્યો સાથે તમારા પિક્ચર્સ જોવાની મજા જ કઈક અલગ છે.


સિદ્ધાર્થ

Jayshree said...

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

મઝા આવી વાંચવાની.

its nice.

Anonymous said...

નમસ્તે સિધ્ધાર્થજી,

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

આ પંક્તિ આ ક્ષણે વતનમાં ખેંચી ગઇ...

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

ખરેખર બાળપણ વીતી ગયા પછી મૂળિયાં બીજે ક્યાંય બરાબર જામતાં તો નથી જ....
Thank you for sharing such a nice poem!

ઉર્મિ સાગર
http://urmi.wordpress.com

વણઝારો said...

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

I am word less for these lines.

Anonymous said...

the list line is very touching ,it is really for the people living abroad